X Close
X
+91-9846067672

રૂપિયામાં ગાબડું : ડોલર, પાઉન્ડ, યુરોમાં ઉછાળો


મુંબઈ ઝેવરી બજારમાં  આજે સોનાના ભાવ બેતરફી સાંકડી વધઘટે અથડાતા હતા જ્યારે  ચાંદીના ભાવ ઉંચા મથાળેથી ઝડપી ઘટાડા પર હતા. વિશ્વ બજારમાં  કિંમતી ધાતુઓમાં ભાવ ઉંચા ભાવથી ગબડયાના   વાવડ હતા. જોકે   ઘરઆંગણે  કરન્સી બજારમાં  રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉંચકાયા હતા.   વિશ્વ બજારમાં   વિવિધ કરન્સીએઓ સામે ડોલરના ભાવ   ઉછળતાં   વૈશ્વિક બજારોમાં સોનામાં ફંડવાળાની વેચવાલી   વધ્યાની ચર્ચા હતી.    અમેરિકામાં જોબગ્રોથના  આંકડા સારા આવ્યા છે તથા જોબગ્રોથ  વધી ૧૧  મહિનાની  ઉંચી સપાટીએ  પહોંચ્યાના નિર્દેશો હતા.    મેન્યુફેકચરીંગ તથા ફેકટરી  ઉત્પાદનના આંકડા પણ સારા  આવ્યા છે. આના પગલે વિશ્વ બજારમાં  ડોલરના ભાવ ઉંચા જતાં સોનાના ભાવ નીચા  ઉતર્યા છે. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના   ઉંચામાં ૧૩૧૯.૪૦ ડોલર  રહ્યા પછી    નીચામાં ભાવ ૧૩૧૦.૮૦ થઈ સાંજે  ભાવ ૧૩૧૧ ડોલર આસપાસ ચાલી રહ્યા હતા. 

  મુંબઈ કરન્સી બજારમાં   ડોલરના ભાવ રૂ.૭૧.૨૪  વાળા ૭૧.૫૯ ખુલી  ૭૧.૫૭  રહ્યા પછી  ઉંચામાં   ભાવ ૭૧.૮૩ થઈ છેલ્લે બંધ  ભાવ ૭૧.૮૦ હતા. બ્રિટીશ  પાઉન્ડના ભાવ  ૬૫ પૈસા વધી રૂ.૯૩.૭૫થી ૯૩.૭૬  હતા  યુરોના ભાવ  ૪૯ પૈસા વધી  ૮૨.૨૨થી ૮૨.૨૩   બોલાયા હતા.   બ્રેકઝીટ  પ્રશ્ને બ્રિટનમાં ચાલી રહેલી ગતિવિધીઓ પર કરન્સી બજારના ખેલાડીઓની નજર હતી.

દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં   સોનાના ભાવ ૧૦ ગ્રામના   જીએસટી  વગર ૯૯.૫૦ના   ૩૩૨૩૫ થઈ રૂ.૩૩૨૫૦ તથા  ૯૯.૯૦ના ભાવ રૂ.૩૩૩૬૦ થઈ રૂ.૩૩૩૭૫ બંધ હતા.  જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા  હતા.  દરમિયાન મુંબઈમાં  ચાંદીના ભાવ  કિલોના  ૯૯૯ના જીએસટી વગર  રૂ.૪૦૪૨૫થી ૪૦૪૫૦  વાળા આજે  ૪૦૧૧૦  બંધ રહ્યા પછી   સાંજે ભાવ રૂ.૪૦૦૫૦થી ૪૦૧૦૦  તથા જીએસટી  સાથેના ભાવ આ ભાવતી  આશરે રૂ.૮૦૦ ઉંચા બોલાયા હતા.   વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના  ૧૫.૯૪ ડોલર રહ્યા પછી નીચામાં ભાવ ૧૫.૭૩થી ૧૫.૭૪  ડોલર હતા.   પ્લેટીનમના ભાવ સાંજે  ઘટી ૮૧૯થી  ૮૧૯.૧૦  ડોલર હતા.પેલેડીયમના  ભાવ ઘટી સાંજે ૧૩૪૮.૭૦થી ૧૩૪૮.૮૦ ડોલર બોલાઈ રહ્યાના સમાચાર હતા.   ટીનમાં નવા વર્ષના આરંભ વચ્ચે બજારો  આ અઠવાડિયા દરમિયાન બંધ પાળશે એવા સમાચાર હતા.

આના પગલે  વિશ્વ બજારમાં ચીનની નવી ખરીદી  ધીમી પડતાં તેના કારણે પણ  ભાવ દબાણ હેઠળ રહ્યાનું   જણાવ્યું હતું.  વિશ્વ બજારમાં   ક્રૂડતેલના   ભાવ ઉંચા મથાળે  નરમ હતા. બ્રેન્ટક્રૂડના   ભાવ બેરલદીઠ   ઉંચામાં ૬૩ ડોલર થઈ ગયા પથી સાંજે ભાવ ૬૨.૭૦થી ૬૨.૭૫  ડોલર હતા. ન્યુયોર્કના ભાવ ૫૫.૩૮ થઈ સાંજે  ૫૫.૧૦થી ૫૫.૧૫ ડોલર રહ્યા હતા. ઓપેકના દેશો તથા રશિયામાં ક્રૂડતેલનું  ઉત્પાદન ઘટયું  છે. અમેરિકામાં   ક્રૂડતેલનું  ઉત્પાદન કરતી  ઓઈલ રિગ્સની સંખ્યા ઘટીને ૮  મહિનાના તળિયે  ઉતરી છે. અબુધાબીની ઈન્વેન્મેન્ટ  કંપનીએ  વેનેન્ઝુએલાનું  આશરે ૩ ટન સોનું ખરીદયાના  સમાચાર હતા. વેનેન્ઝુએલા પર અમેરિકાએ પ્રતિબંધો ટકતાં વેનેન્ઝુએલા  પર અમેરિકાએ પ્રતિબંધો મૂકતાં  વેનેન્ઝુએલાના ક્રૂડતેલનો  પુરવઠો વિશ્વ બજારમાં  ઘટયાની ચર્ચા હતી.    અમેરિકામાં  સૌથી મોટા  ગોલ્ડ  ઈટીએફ  એસપીડીઆરમાં   સોનાનું હોલ્ડિંગ  ૦.૭૯ ટકા   ઘટી ૮૧૭.૪૦ ટન રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં   સોનાના ભાવ જે તાજેતરમાં   વધીને   ઉંચામાં  ૯ મહિનાની  ટોચે પહોંચ્યા હતા તે હવે  નીચા  ઉતરી રહ્યા છે.

દરમિયાન વિશ્વ બજારમાં  ઈન્ડસ્ટ્રીયલ ધાતુઓ પર નરમ રહી હતી.  ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ  સાંજે  ૦.૫૦ ટકા માઈનસમાં  હતા.    લંડન એક્સ.માં  કોપરના  ભાવ ૩ મહિનાની ડિલીવરીના   ટનના આજે  ૬૧૧૦થી ૬૧૧૫  ડોલર હતા.    કોપરનો  સ્ટોક જોકે  ૫૦ ટન ઘટયો હતો.    ટીનના ભાવ ૨૦૮૩૭ ડોલર,  નિકલના ભાવ ૧૨૭૫૦ ડોલર, જસતના ભાવ ૨૭૭૯ ડોલર, એલ્યુ.ના  ૧૮૮૪ ડોલર તથા સીસાના ભાવ ૨૧૧૬ ડોલર હતા. આજે એલ્યુ.નો સ્ટોક ૧૩૦૨૫  ટન વધ્યો હતો.   સીસાનો સ્ટોક  ૭૦૦ ટન, જસતનો સ્ટોક ૭૦૦ ટન, નિકલનો ૬૧૨ ટન તથા ટીનનો સ્ટોક  ૪૫ ટન ઘટયાના નિર્દેશો હતા. દરમિયાન ચીન અને અમેરિકાના   પ્રમુખે હવે   પછી ૨૭ તથા ૨૮ ફેબુ્રઆરીએ  વિયેતનામમાં    મિટિંગ  માટે  મળશે એવા સમાચાર હતા.