X Close
X
+91-9846067672

મેક્સિકો-અમેરિકાની સરહદે પેન્ટાગોન 90 દિવસ માટે 3750 સૈનિકો મોકલશે


અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રાષ્ટ્રજોગ પ્રવચન કરે તેની પૂર્વ સંધ્યાએ મેક્સિકોની દક્ષિણી સરહદે વધારાના સૈનિકોને મોકલીને ટ્રમ્પે  ઇમિગ્રેન્ટ પર સખતી કરવાનો સંકેત આપ્યો હતો. ટ્વિટર પોસ્ટમાં ટ્રમ્પે રિપબ્લીકનોને જે કંઇ પણ જરૂરી હોય તે કરવા તૈયાર રહેવા કહ્યું હતું. પેન્ટાગોને રવિવારે જાહેરાત કરી હતી કે સરહદે વધુ ૩૭૫૦ સૈનિકો મોકલવામાં આવી રહ્યા છે. 'વધારાના સૈનિકોને ૯૦ દિવસ માટે તૈનાત કરવામાં આવી રહ્યા છે.દક્ષિણી સરહદને સુરક્ષિત કરવા અને તેની રક્ષા કરવાના મિશનને પુરૂં કરવા અમે દળનું મૂલ્યાંકન કરતા રહીશું'એમ એક નિવેદનમાં જણાવાવામાં આવ્યુ હતું.

હાલમાં દક્ષિણની સરહદે આશરે ૨૪૦૦ જેટલા સક્રિય દળો ત્યાં ફરજ બજાવી રહ્યા છે. સરહદે દિવાલ ઊભી કરવા ટ્રમ્પ અને કોંગ્રેસના ડેમોક્રેટ વચ્ચે પડેલી મડાગાંઠ વચ્ચે ત્યાં વધારાની કુમકને મોકલવાની પરજ પડી હતી. ટ્રમ્પે દિવાલ માટે જરૂરી ફંડ લેવા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવા ધમકી આપી હતી અને  મંગળવારના તેમના સ્ટેટ ઓફ યુનિયન ભાષણ પછી કોઇ નિર્ણય જાહેર કરાશે. ટ્રમ્પે કહ્યું હતું કે ' મેક્સિકોથી નીકળેલા અને આપણા દેશ તરફ  કૂચ કરી રહેલા કાફલાને જોતાં રિપબ્લીકનોએ  એક મજબૂત સરહદી સુરક્ષા માટે તૈયાર રહેવું પડશે'. ટ્રમ્પ પોતાના ભાષણમાં ઇમિગ્રેશન સહિત અન્ય ચાર મુદ્દાઓ પર વધુ ધ્યાન આપે એવું મનાય છે. રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવા અંગે ગયા સપ્તાહે પૂછેલા એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે  તમે જોશો કે હવે પછી શું થાય છે. આ એક રાષ્ટ્રીય કટોકટી છે.તમે જાણો જ છો કે અનેક રાષ્ટ્રીય  કટોકટીઓ હતી. આ તો આપણા દેશ પર ખરેખર માનવ તસ્કરોનું આક્રમણ છે'એમ ટ્રમ્પે રવિવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.

ટ્રમ્પે દિવાલ ઊભી કરવા ૫.૭ અબજ ડોલર માગ્યા હતા. પ્રચાર દરમિયાન તેમણે આ વચન આપ્યું હતુ, હવે તેમના સમર્થકો તેને પુરૂં કરવા દબાણ કરી રહ્યા છે. ટ્રમ્પને દિવાલ માટે ફંડ નહીં જ આપવા મક્કમ બનેલા ડેમોક્રેટ્સ સાથે મંત્રણા ચાલુ હતી.