X Close
X
+91-9846067672

સ્માર્ટ અમદાવાદ પ્રોજેક્ટ હેઠળ તમારા ઘર પાસેનો લાઇટનો થાંભલો તમારું એડ્રેસ બનશે


અમદાવાદમાં 1.50 લાખ સ્ટ્રીટ લાઇટના થાંભલા આવેલા છે. જેમાં ખાસ પ્રકારનો નંબર ઇન્સ્ટોલ કરવાશે. એ જ રીતે મેટ્રો ટ્રેનના પીલર, ફ્લાયઓવરના બ્રિજના પીલર વગેરે ઉપર પણ ખાસ પ્રકારના નંબર નખાશે.

જે વ્યક્તિ તેના નજીકના પોલનો નંબર ‘એડ્રેસ કોડ’ તરીકે ઉપયોગ કરશે, તે કોઇ GPSમાં નાખતા જ તે વ્યક્તિનું એડ્રેસ મળી જશે. સ્માર્ટ અમદાવાદ પ્રોજેક્ટ હેઠળ આ વ્યવસ્થા ગોઠવાશે. વાહનચાલક GPSમાં નંબર નાખશે તો તમારા એડ્રેસ સુધી પહોંચી શકાશે.