X Close
X
+91-9846067672

વેલિંગ્ટન T20માં ભારતની સૌથી મોટી હાર, સીરિઝમાં 1-0થી પાછળ


વેલિંગ્ટનના વેલ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચોની T20 સીરિઝની પહેલી મેચમાં ભારતની 80 રને હાર થઇ છે. રનોની સરખામણીએ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હાર છે અને આ સાથે જ ન્યૂઝીલેન્ડ ત્રણ મેચોની T20 સીરિઝમાં 1-0થી આગળ થયું છે.

ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ બેટિંગમાં ઉતરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 219 રનનો સ્કોર કર્યો. જેના જવાબમાં ભારતીય ટીમ 19.2 ઓવરમાં 139 રનોમાં જ ધ્વંસ થઇ ગઇ. ભારતની ટીમ તરફથી મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધારે 39 રન કર્યા. તેમજ શિખર ધવને 29 અને વિજય શંકરે 27 રન કર્યાં.