X Close
X
+91-9846067672

રોબર્ટ વાડ્રા રોડપતિમાંથી કરોડપતિ કેવી રીતે બન્યા તેનો કોંગ્રેસ જવાબ આપે


ભાજપે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને નિશાના પર લીધા છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં આક્ષેપો કરતા કહ્યુ હતુ કે રોબર્ટ વાડ્રા પાસે લંડનમાં ગેરકાયદેસર રીતે ખરીદેલી 8 થી 9 પ્રોપર્ટી છે.રાહુલ ગાંધી પોતે જામીન પર છે.વાડ્રા મની લોન્ડરિંગના કેસમાં ફસાયેલા છે.ભ્રષ્ટાચાર કોંગ્રેસ પાર્ટીના એજન્ડામાં જ છે.વાડ્રાની જે પ્રોપર્ટી લંડનમાં છે તે 2009માં પેટ્રોલિયમ ડિલના કમિશન પેટે મળી હતી.

સંબિત પાત્રાએ કહ્યુ હતુ દિલ્હીમાં પણ વાડ્રાની એક પ્રોપર્ટી છે.જે તેમની નિકટના જગદીશ શર્માના નામ પર છે.આ પ્રોપર્ટી ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં આરોપી કંપનીને બાદમાં અપાઈ હતી.કોંગ્રેસે જવાબ આપવો જોઈએ કે એક રોડ પતિ અચાનક કરોડપતિ કેવી રીતે બની ગયો? કંપની ખોલતી વખતે વાડ્રા પાસે 1 લાખ રુપિયા પણ હતા નહી.હવે તે કરોડોની સંપત્તિનો માલિક છે.

મની લોન્ડરિંગ કેસમાં આજે રોબર્ટ વાડ્રાને ઈડી સમક્ષ હાજર થવાનુ છે ત્યારે જ ભાજપે રોબર્ટ વાડ્રા પર નિશાન સાધ્યુ છે.