X Close
X
+91-9846067672

રામમંદિર પર વિશ્વ હિંદૂ પરિષદનો યૂ ટર્ન, ચૂંટણી સુધી નહી કરો કોઇ આંદોલન


વિશ્વ હિંદુ પરિષદ(VHP)એ મંગળવારે કહ્યું છે કે, અયોધ્યમાં રામમંદિર નિર્માણ માટેના અભિયાન પર તેમણે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી રોક લગાવી છે કારણે કે તે નથી ઇચ્છતું કે મંદિર નિર્માણ કોઇ ચૂંટણી મુદ્દો બનાવે. અલાહાબાદમાં VHP તરફથી હાલમાં જ આયોજીત ધર્મસભાના થોડા દિવસો બાદ સંગઠને આ વાતની જાહેરાત કરી છે. ધર્મસભામાં આ પ્રસ્તાવનો સ્વીકારવામાં આવ્યો હતો કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ સુધી હિંદૂ શાંતિથી નહી બેસલે અને ના તો બીજાને શાંતિથી બેસલા દેશે.

VHP રામ જન્મભૂમિ આંદોલનનું નેતૃત્વ કરતું રહ્યું છે. છેલ્લા ઘણાં મહિનાઓથી દેશભરમાં અભિયાન ચલાવીને VHP માંગ કરી રહ્યું છે કે, ઓયોધ્યામાં વિવાદિત સ્થળે રામમંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો પસાર થાય. VHPના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ સુરેંદ્ર જૈને કહ્યું, VHPએ સામાન્ય ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી અયોધ્યામાં રામના જન્મસ્થળ પર રામમંદિરના નિર્માણ માટે પોતાનું અભિયાન રોકવાનો નિર્ણય કર્યો છે કારણ કે સંગઠન નથી ઇચ્છતુ કે આ કોઇ ચૂંટણી મુદ્દો બને.