વધતી જતી બેકારી વિકરાળ સ્વરુપ ધારણ કરે તેવા ભણકારા વાગી રહ્યા છે.યુવાઓ પાસે ડિગ્રી છે પણ નોકરી નથી અને તેઓ કોઈ પણ કામ કરવા માટે તૈયાર છે. જેનો પૂરાવો ચેન્નાઈમાં જોવા મળ્યો છે.ચેન્નાઈ વિધાનસભા સચિવાલયમાં સફાઈ કર્મચારીઓની 14 પોસ્ટ માટે ભરતી થવાની છે અને આ માટે 4000 લોકોએ અરજી કરી છે. ચોંકાવનારી વાત એ છે કે અરજી કરનારાઓમાં એન્જિનિયર અને એમબીએ થયેલા ઉમેદવારો પણ સામેલ છે.આ ઉપરાંત કોમર્સ, સાયન્સ અને આર્ટસની ડિગ્રી લેનારા પણ સફાઈ કર્મીની નોકરી કરવા માટે તૈયાર છે.
ઈન્ટરવૂ માટે ઉમેદવારોને એડમિટ કાર્ડ મોકલવામાં આવ્યા છે.આ પોસ્ટો માટે 15000 થી લઈને 50000 રુપિયા સુધી પગાર નક્કી કરાયો છે. જેમણે અરજી કરી છે તે ઉમેદવારો તમામ સમુદાયમાંથી આવે છે.જોકે આ તમામ પોસ્ટ માટે કોઈ શૈક્ષણિક યોગ્યતાનો ઉલ્લેખ કરાયો નથી.જેના કારણે હવે સફાઈ કર્મચારીની નોકરી મેળવવા માંગતા ઓછુ ભણેલા ઉમેદવારોનો મુકાબલો ઉચ્ચ શિક્ષણ મેળવનારા ઉમેદવારો સાથે છે.