મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ આયાતી ખાદ્યતેલોના ભવા ઉંચા મથાળે સાધારણ સૂસ્ત હતા. જ્યારે દેશી ખાદ્યતેલો સાંકડી વધઘટે અથડાતા હતા. વિશ્વ બજારના સમાચાર મિશ્ર હવામાન બતાવતા હતા. મલેશિયાના પામતેલ બજારો આજે અડધો દિવનસ માટે જ ચાલુ રહ્યા હતા અને આ અર્ધસત્રમાં ત્યાં પામતેલનો વાયદો ૭ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા જ્યારે અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદા બજારમાં પ્રોજેકશળનમાં ભાવ સાંજે ૨૦થી ૨૧ પોઈન્ટ માઈનસમાં ચાલી રહ્યા હતા.
મલેશિયાના બજારો હવે મંગળ તથા બુધવારે બંધ રહેનાર હોવાનું બજારે જણાવ્યું હતું. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૬૪૭ વાળા ૬૪૬ તથા જેએનપીટીના ભાવ રૂ.૬૪૪ વાળા રૂ.૬૪૩ હતા. વેપારો ધીમા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ જોકે રૂ.૫૬૫ વાળા ૫૬૭ હતા. વાયદા બજારમાં સીપીઓ વાયદાના ભાવ ૫૬૯.૮૦થી ૫૬૪.૭૦ વચ્ચે અથડાઈ સાંજે ભાવ ૫૬૭ બોલાયા હતા. જ્યારે સોયાતેલ વાયદાના ભાવ ૭૭૪.૫૦થી ૭૬૯.૧૦ વચ્ચે અથડાઈ સાંજે ભાવ ૭૭૧.૫૦ બોલાયા હતા.
દરમિયાન મુંબઈ બજારમાં સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૯૬૫ના મથાળે શાંત હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ ૯૧૦થી ૯૩૦ તથા ૧૫ કિલોના ૧૪૮૦થી ૧૪૯૦ બોલાયા હતા. કોટન વોશ્ડના ભાવ ૭૧૨થી ૭૧૫ હતા જ્યારે મુંબઈમાં કપાસીયા તેલના ભાવ રૂ.૭૬૦ હતા. મગફળીની આવકો ગોંડલ બાજુ ૭ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૫ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના ભાવ હાજરમાં ૨૦ કિલોના જાતવાર ૭૮૦થી ૮૦૦ તથા ઉંચામાં ભાવ ૮૯૦થી ૯૨૦ રહ્યા હતા. મુંબઈમાં સોયાતેલના ભાવ ડિગમના ૭૪૦ વાળા જોકે રૂ.૭૫ તથા રિફા.ના ભાવ રૂ.૭૭૦ હતા. સનફલાવરના ભાવ રૂ.૭૫૫ તથા રિફા.ના ૮૦૫થી ૮૧૦ બોલાયા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૮૦૫ જયારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૪૮૦ વાળા વધુ ગબડી આજે ૧૪૪૦ હતા. દક્ષિણના સમાચાર નરમાઈ બતાવતા હતા. મુંબઈ ખોળ બજારમાં ભાવ સિંગખોળના ટનના ૨૬૦૦૦ વાળા ૨૫૮૦૦ હતા કપાસિયા ખોળના ભાવ રૂ.૨૨૦૦૦ વાળા ૨૧૮૦૦ હતા. સનફલાવર કોળના ભાવ જોકે ૨૬૦૦૦ વાળા ૨૬૫૦૦ હતા સોયાખોળના ભાવ રૂ.૩૩૯૧૦થી ૩૩૯૧૫ વાળા વધુ નીચા ઉતરી રૂ.૩૩૭૦૦થી ૩૩૭૦૫ બોલાતા હતા. એરંડા ખોળના ભાવ રૂ.૫૦૦૦ વાળા રૂ.૪૯૫૦ હતા.
મુંબઈ દિવેલના હાજર ભાવ ૧૦ કિલોના નજીવા સુધારા વચ્ચે કોમર્શિયલના રૂ.૧૦૫૮ તથા એફએસજીના ૧૦૬૮ હતા. એફએસજી કંડલાના ભાવ રૂ.૧૦૪૭ના મથાળે શાંત હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ ૫૧૩૫ વાળા ૫૧૪૦ હતા. મધ્ય પ્રદેશમાં સોયાબીનની આવક ઘટી માંડ પાંચ હજાર ગુણી આવી હતી. અમાસના કારણે આજે આવકો ઓછી આવી હતી. ત્યાં મથકોએ સોયાબીનના ભાવ ૩૮૦૦થી ૩૮૭૫ તથા પ્લાન્ટના રૂ.૩૮૭૫થી ૩૯૦૦ હતા. સોયાતેલના ભાવ ત્યાં રૂ.૭૪૫થી ૭૫૦ તથા રિફા.ના ૭૭૭થી ૭૮૨ હતા. વિશ્વ બજારમાં સનફલાવરના ભાવ વધી કાચાતેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીઓના ૭૪૨.૫૦થી ૭૩૫ ડોલર હતા.
મલેશિયામાં પામતેલના વાયદો ૬,૭ તથા ૬ પોઈન્ટ પ્લસમાં બંધ હતો ત્યારે પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર ઉંચા બોલાયા હતા. અમેરિકામાં શિકાગો બજારમાં આજે સાંજે પ્રોજેકશનમાં સોયાબીનનો વાયદો ૮૮ પોઈન્ટ માઈનસમાં સોયાખોળનો વાયદો ૭૫ પોઈન્ટ પ્લસમાં ચાલી રહ્યો હતો. ઘરઆંગણે એરંડા વાયદા બજારમાં સાંજે ભાવો રૂ.૧૬થી ૨૨ માઈનસમાં ચાલી રહ્યા હતા.