મધ્યપ્રદેશમાં એક ડોક્ટરે પોતાના જ ડ્રાઈવરની હત્યા કરી નાંખ્યા બાદ તેની લાશના 500 ટુકડા કરીને એસિડના ડ્રમમાં નાંખી દીધા હોવાનો ખોફનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના ઈટારસીની સરકારી હોસ્પિટલમાં હાડકના સ્પેશ્યિાલિસ્ટ ડોક્ટર સુનિલ મંત્રીએ વિરેન્દ્ર પચૌરી નામના 30 વર્ષના યુવાનને ડ્રાઈવર તરીકે નોકરીએ રાખ્યો હતો. નોકરી શરુ કર્યાના ચાર દિવસ બાદ વિરેન્દ્ર સુનિલ મંત્રી પાસે દાંતમાં દુખાવો થતો હોવાની ફરિયાદ લઈને આવ્યો હતો.ડોક્ટરે સારવારના બહાને તેને ઈંજેક્શન આપીને બેભાન કરી દીધો હતો.એ પછી કરવત વડે તેનુ માથુ ધડથી છુટુ કરી નાંખ્યુ હતુ.
ડોક્ટરે બાદમાં બાથરુમમાં જઈને ધડના 500 ટુકડા કર્યા હતા અને એસિડ ભરેલા ડ્રમમાં નાંખી દીધા હતા.જેથી ટુકડા ઓગળી જાય.
પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો છે કે સુનિલ મંત્રીની પત્ની સુષ્માનુ અવસાન થયુ હતુ.એ પહેલા સુષ્મા બુટિક ચલાવતી હતી અને વિરેન્દ્રની પત્ની સાથે તેને નિકટતા હતા.સુષ્માના અવસાન બાદ વિરેન્દ્રની પત્ની બુટિક સંભાળવા લાગી હતી.આ દરમિયાન ડોક્ટર અને વિરુની પત્ની એકબીજાની નિકટ આવી ગયા હતા.આ બાબતની જાણ વિરેન્દ્રને થતા તે ડોક્ટરને બ્લેકમેલ કરવા લાગ્યો હતો.
ડોક્ટરે જોકે તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.જેના ભાગરુપે તેણે પહેલા વિરેન્દ્રને નોકરી પર રાખ્યો હતો.ડોક્ટરે એક એક કરીને એસિડની બોટલો જમા કરી હતી અને હત્યા કરવા માટે સર્જિકલ કરવતો પણ ખરીદી હતી.એ પછી લાગ જોઈને તેની હત્યા કરી નાંખી હતી.જોકે પોલીસ તપાસમાં ભાંડો ફુટી ગયા બાદ હવે પોલીસે ડોક્ટર સુનિલ મંત્રીની ધરપકડ કરી છે.