રાઝી હિટ નીવડયા પછી ટોચના ફિલ્મ સર્જકોમાં ગણાતી થઇ ગયેલી મેઘના ગુલઝારે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ છપાક્માં દીપિકાનો ચહેરો થોડો બિહામણો લાગશે. 'આ ફિલ્મ એકપક્ષી પ્રેમમાં પાગલ યુવાને એસિડ એટેક કરેલી યુવતી લક્ષ્મી અગરવાલની સત્યઘટના પર આધારિત છે. એસિડનો શિકાર બનેલી યુવતીનો ચહેરો બેડોળ થઇ જતો હોય છે. એટલે અમે પાત્રને ગ્લેમરસ દેખાડી શકીએ નહીં. વાસ્તવિકતાને વળગી રહેવું જરૂરી બની રહે' એમ મેઘનાએે કહ્યું હતું.
એણે ઉમેર્યું કે દીપિકા સાથે આ ફિલ્મની સ્ટોરીલાઇનની ચર્ચા કરતી વખતે મેં આ બાબતની સ્પષ્ટતા પણ દીપિકા સાથે કરી હતી. આ પ્રકારની સત્યઘટના પર આધારિત ફિલ્મ બનાવીએ ત્યારે મુખ્ય પાત્રના હજ્જારો ચાહકે ઘણીવાર નારાજ થતા હોય છે. પરંતુ દરેક કથામાં તમે પાત્રને ગ્લેમરસ બતાવી શકો નહીં. ચેન્નાઇમાં લીટ ફોર લાઇફ ૨૦૧૯માં બોલતાં મેઘનાએ કહ્યું કે દીપિકાના ચાહકો આ ફિલ્મમાં દીપિકાને નહીં પણ એસિડ હુમલાથી બેડોળ થઇ ગયેલી લક્ષ્મીને જોવાના છે. આ દ્રષ્ટિકોણ યાદ રાખશે તો તેમને મારી ફિલ્મ ગમશે.