X Close
X
+91-9846067672

‘બિગ બોસ’ના ઘરમાં જશે ટીમ ઇન્ડિયાનો ખેલાડી


bigg-boss-12-opening-ceremony-date
ભારતના સૌથી પ્રખ્યાત રિયાલિટી ટીવી શો બિગ બોસની 12મી સિઝન જલ્દી શરૂ થઈ રહી છે. બધા લોકો તેમાં સામેલ થનાર સેલેબ્રિટીની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે એક ખબર આવી છે કે બિગ બોસ-12માં ટીમ ઇન્ડિયાનો એક પ્રખ્યાત ક્રિકેટર પણ ભાગ લઈ શકે છે. આ ક્રિકેટર બીજુ કોઈ નહીં પણ ફાસ્ટ બોલર શ્રીસંત છે. એસ શ્રીસંત 2013માં આઈપીએલ ફિક્સિંગ પછી પ્રતિબંધ ભોગવી રહ્યો છે. સ્પોટ ફિક્સિંગ મામલામાં શ્રીસંતને મે 2013માં દિલ્હીની તિહાડ જેલમાં પણ રાખવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે ફિક્સિંગના આરોપમાં 2013માં મુંબઈથી શ્રીસંત અને તેના સાથી ખેલાડીઓ અજીત ચાંદીલા અને અંકિત ચવ્હાણની પણ ધરપકડ કરી હતી. સ્પોટ ફિક્સિંગ મામલે બીસીસીઆઈની અનુશાસન સમિતિએ શ્રીસંતને દોષિત ગણી આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. (ANN NEWS)