250 વર્ષમાં કાર્બન ડાયોક્સાઇડ 46 ટકા વધ્યો : યુએન
ગ્રીનહાઉસ ગેસનું વધતું પ્રમાણ રોકવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવાનું કહીને યુએનની હવામાન એજન્સીએ વાર્ષિક અહેવાલમાં વધુ એક વખત વિશ્વને ચેતવણી આપી હતી કે ક્લાઈમેટ ચેન્જની અસરો ખાળવા માટે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડયા વગર છૂટકો નથી. યુએન સંલગ્ન હવામાન એજન્સીએ વાર્ષિક અહેવાલમાં ગ્રીનહાઉસ ગેસના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ માટે ગ્રીનહાઉસ ગેસ જવાબદાર છે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન અટકાવવામાં આવશે નહીં તો ક્લાઈમેટ ચેન્જને અટકાવવાનું કામ લગભગ અશક્ય બનતું જશે. કાર્બન ડાયોક્સાઇડ ૨૫૦ વર્ષમાં ૪૬ ટકા વધ્યો, પૃથ્વીનો સત્યાનાશ નીકળી જશે. (ANN NEWS)