X Close
X
+91-9846067672

૨૯૪ ખાનગી સ્કૂલની ફાઈનલ ફી જાહેર, ફી સાંભળતા જ વાલીઓ ચોંકી ઉઠ્યા


mahatma-gandhi-international-school-ellis-bridge-ahmedabad-schools
FRC કમિટીએ અમદાવાદ ઝોનની ૨૯૪ ખાનગી સ્કૂલની ફાઈનલ ફી જાહેર કરી છે.  મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલની સવા બે લાખ ફી મંજુર કરાઈ છે. ફી સાંભળતા જ વાલીઓ ચોકી ઉઠ્યા છે. જો કે પ્રોવિઝનલ ફી જાહેર કરી ત્યારે મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલની ધોરણ ૧૦ની ૫૫,૫૦૦ પ્રોવિઝનલ ફી જાહેર કરાઈ હતી. ફાઈનલ ફી જાહેર કરતી વખતે બે ગણો વધારો કરતા વાલીઓને FRCએ ગોઠવણ પાડયાની શંકા વ્યક્ત કરી છે. ત્યારે હવે મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ ધોરણ ૧૨માં ૨ લાખ ૨૫ હજાર ફી વસુલી શકશે. હાલમાં ૧૭ સ્કૂલને ૫૦,૦૦૦ કરતા વધુ ફી વસુલવાની પરવાનગી આપી છે. ફાઈનલ ફી જોતા વાલીઓને લાગે છે FRC  કમિટી સંચાલકોને ફાયદો કરાવવા બની હતી. FRC માત્ર નામની જ છે તે માત્ર શાળા સંચાલકો માટે જ હોય તેવું પણ આ ફી પરથી લાગી રહ્યું છે. (ANN NEWS)