X Close
X
+91-9846067672

રિતિક રોશન અને ટાઇગરની ફિલ્મ બુધવારે ફ્લોર પર જશે


hrithik-tige
અભિનેતા રિતિક રોશન અને રિતિકને પોતાનો આદર્શ માનતા ઊભરતા અભિનેતા ટાઇગર શ્રોફને પહેલીવાર સાથે ચમકાવતી અનટાઇટલ્ડ ફિલ્મ બુધવારે પાંચમી સપ્ટેંબરે ફ્લોર પર જશે એવી જાણકારી મલી હતી. ફિલ્મ સર્જક સિદ્ધાર્થ આનંદ આ બંનેને પહેલીવાર સાથે ચમકાવી રહ્યા છે. અત્યારે માત્ર એટલી માહિતી આપવામાં આવી હતી કે આ બંને એક્શન સ્ટાર્સને પહેલીવાર અગાઉ કદી જોવા ન મળી હોય એવી એક્શનથી ભરપુર આ ફિલ્મ હશે. સિદ્ધાર્થે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, આ ફિલ્મના એક્શન શોટ્સ માટે ટાઇગરે બે મહિના સુધી આકરી તાલીમ લીધી હતી. ફિલ્મમાં વાણી કપૂર હીરોઇન તરીકે ચમકી રહી છે. સમયસર ફિલ્મ શરૃ કરીને સમયસર પૂરી કર્યા બાદ સિદ્ધાર્થ આ ફિલ્મ ૨૦૨૦ના ઓક્ટોબરની બીજીએ રજૂ કરવાની ખ્વાહિશ ધરાવે છે. આ ફિલ્મ યશ રાજ જેવા પ્રતિષ્ઠિત બેનરની છે. (ANN NEWS GUJARATI)