X Close
X
+91-9846067672

રશિયાનો અદાણી ગ્રુપ સાથે પાર્ટનરશીપનો પ્રસ્તાવ


adanigrou[
ફ્રાંસની સરકાર દ્વારા ફ્રેન્ચ કંપની પાસેથી રફાલ ફાઈટર જેટ્સની ખરીદીને લઈને કોંગ્રેસના આરોપો વચ્ચે મોદી સરકારે રશિયાના એક પ્રસ્તાવને નામંજૂર કર્યો છે. રશિયા દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવમાં તેણે અદાણી ગ્રુપની સાથે મળીને ભારતમાં એકે-સિરિઝ હેઠળની આધુનિક અસોલ્ટ રાઈફલો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ રશિયાની મુલાકાતે જવાના છે. પોતાની રશિયા મુલાકાતમાં ક્લાશનિકોવ-103 અસોલ્ટ રાઈફલોના ભારતમાં ઉત્પાદનને લઈને બંને દેશો વચ્ચે કરારને લઈને વાટાઘાટો થવાની શક્યતા છે. રશિયાએ પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ ભારતમાં પોતાની એસોલ્ટ રાઈફલના સંયુક્ત ઉત્પાદન માટે ખાનગી ક્ષેત્રની કંપની અદાણી સાથે ભાગીદારી કરવા ઈચ્છે છે. પરંતુ ભારત સરકારે આ પ્રસ્તાવને નનૈયો ભણ્યો છે. નિયમો પ્રમાણે બે સરકારો વચ્ચે થયેલી સમજૂતીમાં કોઈપણ પક્ષ પોતાના માટે ખાનગી ક્ષેત્રના સહયોગીના નામ સૂચવી શકે નહીં. આ રાઈફલોના સંયુક્ત ઉત્પાદન માટે રશિયા તરફથી એકે-47 સીરિઝની રાઈફલોનું નિર્માણ કરતી કંપની જ ભાગીદાર બનવાની હતી. (ANN NEWS GUJARATI)