X Close
X
+91-9846067672

રક્ષાબંધન પહેલા બહેનો માટે ખુશખબરી, રાખડીઓ થશે સસ્તી


Surprise-Gift-idea-for-sis-on-Rakshabandhan
રક્ષાબંધન પહેલા નરેન્દ્ર મોદી સરકારે બહેનોને મોટી ભેટ આપી છે. સરકારે આ પ્રસંગે રાખડીને જીએસટીની બહાર રાખવાની જાહેરાત કરી છે. નાણાંમંત્રી પિયૂષ ગોયલે આજે આ જાહેરાત કરતાં કહ્યું કે તેઓ રાખડીને હાલ જીએસટીના દાયરાથી બહાર રાખે છે. વિત્તમંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, 'રક્ષાબંધન આવી રહી છે જેને જોતા અમે રાખડીને જીએસટીમાંથી બહાર રાખી છે. આ રીતે ગણેશ ચતુર્થીમાં પણ બધી મૂર્તિઓ, હસ્તશિલ્પ અને હેન્ડલૂમ્સ પર પણ જીએસટી હટાવી દીધું છે. આ બધી વસ્તુઓ આપણી પરંપરાનો ભાગ છે અને આપણે આમની સામે સન્માન દર્શાવવો જોઇએ.' (ANN NEWS)