X Close
X
+91-9846067672

મેયરે દીકરીના લગ્ન માટેની રકમ પૂરગ્રસ્તોની સહાય માટે આપી દીધી


kochimayor
સદીના સૌથી ભીષણ પૂરે કેરાલાને તબાહ કરી નાખ્યુ છે. ચારે તરફ ખાના ખરાબીના દ્રશ્યો વચ્ચે દેશભરમાંથી કેરાલા તરફ મદદનો હાથ લંબાવવામાં આવી રહ્યો છે. સહાયના વરસી રહેલા ધોધ વચ્ચે કોચી શહેરના મેયર સૌમિનિ જૈને પોતાની એકમાત્ર પુત્રીના લગ્ન માટે બચાવેલી રકમ પૂરગ્રસ્તોની મદદ માટે દાન કરી દીધી છે. આમ તો આજે સૌમિની જૈનની પુત્રીનુ આજે ધામધૂમથી લગ્ન થવાનુ હતુ પણ જે પ્રકારની સ્થિતિ કેરાલામાં સર્જાઈ છે. તેને ધ્યાનમાં રાખીને જૈન પરિવારે લગ્ન સમારોહનું સાદાઈથી આયોજન કરીને બાકીની રકમ પૂરગ્રસ્તોની સહાય માટે આપવાની જાહેરાત કરી દીધી છે. (ANN NEWS GUJARATI)