X Close
X
+91-9846067672

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરીથી નવી ટોચે: મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 90ને પાર


petrol-diesel-price
ડોલરની સામે રૂપિયો દરરોજ નબળો પડી રહ્યો  છે ત્યારે ક્રૂડ ઓઇલની આયાત મોંઘી બનતા આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી નિવેદન મુજબ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે૧૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના પરભાનીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૦.૧૧ રૂપિયા થઇ ગયો છે.  રાજસ્થાન, આંધ્ર પ્રદેશ પછી પશ્ચિમ બંગાળ સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો છે. જેના કારણે પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. આ અંગેની જાહેરાત કરતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના દરરોજ વધતા ભાવથી સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે અમે વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. (ANN NEWS)