X Close
X
+91-9846067672

નાશિક, પુણે, અહમદનગરમાં અકસ્માતમાં છ જણના મોત : ૨૧ને ઇજા


accidentmajor
મહારાષ્ટ્રમાં વિવિધ ત્રણ અકસ્માતમાં છ જણ કાળનો કોળીયો બની ગયા હતા જ્યારે અંદાજે ૨૧ જણને ઇજા થઇ હતી. નાશિકમાં એસટી બસ અને ટ્રક ટકરાતા ચાર પ્રવાસીના મોત નિપજ્યા હતા અને ૧૨ જણ જખમી થયા હતા. જ્યારે મુંબઇ-પુણે એક્સપ્રેસવે પર કાર અને ટ્રકની અથડામણ થતા બે જણ મોતના મુખમાં ધકેલાય ગયા હતા. તથા એકને ઇજા થઇ હતી. આ ઉપરાંત શિર્ડી સાઇબાબાના મંદિરે દર્શન માટે જતા ભક્તોની કારનો અહમદનગરમાં અકસ્માત થતા આઠ જણ જખમી થયા હતા. દેવળા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર પાટીલે જણાવ્યું હતું કે નાશિક ગ્રામિણમાં ભાવડબારી ગામ પાસે આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે અકસ્માત થયો હતો. એસટી બસ નંદુરબારથી નાશિક જઇ રહી હતી આ બસમાં અંદાજે ૧૯ જણ પ્રવાસ કરી રહ્યા હતા. બસના ડ્રાઇવરે અન્ય વાહનને ઑવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેણે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.  આ બસ સામેથી આવતા ટ્રક સાથે ટકરાય હતી. આ દુર્ઘટનામાં બે મહિલા સહિત ચાર જણ મોતને ભેટયા હતા જ્યારે  ૧૨ પ્રવાસીને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક પલટી ખાઇ ગયો હતો. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. (ANN NEWS GUJARATI)