X Close
X
+91-9846067672

કેરાલા માટે 500 કરોડની સહાયની PM મોદીની જાહેરાત


FLOOD-S74RY7
કેરાલામાં આવેલા સદીના સૌથી મોટા જળ પ્રલયના પગલે 324 લોકોના મોત નીપજ્યા છે. દરમિયાન કેરાલાની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. વડાપ્રધાને આજે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોનુ હવાઈ સર્વેક્ષણ કર્યુ હતુ. એ પછી મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વરસાદના કારણે કેરાલામાં 20000 કરોડ રુપિયાનુ નુકસાન થયુ હોવાનો અંદાજ છે. કેરાલા સરકારે કેન્દ્ર સરકાર પાસે 2000 કરોડની સહાયતા માંગી હતી. બચાવ કામગીરી માટે નેવીની 46, એરફોર્સની 13 અને આર્મીની 18 ટીમોની સાથે એનડીઆરએફની 21 અને કોસ્ટ ગાર્ડની 16 ટીમો જોડાઈ છે. બીજી તરફ હવે વિવિધ રાજ્યો પણ કેરાલાની મદદ માટે આગળ આવી રહ્યા છે. યુનાઈટેડ આરબ અમિરાતે પણ કેરાલા માટે મદદનો હાથ લંબાવ્યો છે. ()