X Close
X
+91-9846067672

કેરાલાના પૂરમાં વડોદરાના 2 વિદ્યાર્થીઓ ફસાયા


Students-D342E532
કેરાલામાં આવેલા પૂરમાં વડોદરાના બે વિદ્યાર્થીઓ પણ છેલ્લા પાંચ દિવસથી ફસાઈ ગયા છે. તેમની પાસે ખાવા પીવાની કોઈ વસ્તુઓ પણ નથી. મોબાઈલ ફોન પર પરિવારજનોનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી જણાવી હતી. જેના પગલે હવે તેમના પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. વડોદરાના વીઆઈપી રોડ પર આવેલી મૃદંગ સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પરમારે વાતચીતમાં કહ્યું હતું કે, મારો ભત્રીજો ભૂમિક રાજ અને તેનો મિત્ર પરિક્ષિત પંડયા કોચીના એક ખાનગી ઈન્સ્ટિટયુટમાં સાઉન્ડ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. બે વર્ષનો અભ્યાસ પુરો કરીને થોડા સમયે પહેલા વડોદરા આવી ગયા હતા. જોકે બીજા બે મહિના માટે આ જ ઈન્સ્ટિટયુટમાં વધારાનો એક કોર્સ કરવા પંદર દિવસ પહેલા તેઓ ફરી કોચી ગયા હતા. તેમણે રહેવા માટે કોચીના અલુવા વિસ્તારમાં બે મહિના માટે એક ફ્લેટ ભાડે લીધો છે. વરસાદ શરુ થયા બાદ પાણી ફરી વળવાના કારણે ૧૪ ઓગસ્ટથી તેઓ ફ્લેટમાં ફસાઈ ગયા છે કારણ કે, આસપાસ દોઢ માળ સુધી પાણી છે. ()