X Close
X
+91-9846067672

કેરળમાં પૂરની આફત અને દક્ષિણના બીજા રાજ્યો પર દુષ્કાળનો ખતરો


Flood-YF7646Y4
એક તરફ કેરળ પૂરની આફત સામે ઝઝૂમી રહ્યુ છે ત્યારે દક્ષિણ ભારતના બીજા રાજ્યો પર પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. આ પણ કુદરતની ક્રુર મજાક છે કે કેરળને પાણીએ તબાહ કર્યુ છે ત્યારે અન્ય રાજ્યો વરસાદની સખત જરૂર મહેસૂસ કરી રહ્યા છે. તામિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને રાયલસીમાના 95 જિલ્લાઓમાંથી 47માં જરૂરિયાત કરતા 20 ટકા વરસાદ ઓછો પડ્યો છે. આ પૈકીના પાંચ જિલ્લા એવા છે જ્યાં વરસાદની ઘટ 60 ટકા કરતા વધારે છે. આ પૈકી રાયલસીમા ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત છે. અહીંયા વરસાદની સરેરાશ ઘટ 42 ટકા છે. ઉત્તર કર્ણાટકમાં પણ વરસાદની 22 ટકા જેટલી ઘટ પડી છે. જ્યારે તમિલનાડુમાં 32 પૈકી 22 જિલ્લામાં વરસાદ સરેરાશ કરતા ઓછો છે. ​​​ ()