X Close
X
+91-9846067672

ઓવલ ટેસ્ટમાં ભારતની 118 રને હાર, જેમ્સ એન્ડરસને રચ્યો ઇતિહાસ


England
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી પાંચમી ટેસ્ટમાં ભારતે પરાજયનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે. 432 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 345 રનમાં ઓલઆઉટ થઇ જતા ભારતીય ટીમનો 118 રને પરાજય થયો હતો. આ સાથે જ એલિસ્ટર કૂકને ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં વિજય સાથે વિદાય લેવાનો મોકો મળ્યો હતો. પાંચમી ટેસ્ટમાં રિષભ પંત અને કે.એલ.રાહુલની સદીથી લાગતું હતું કે ભારતીય ટીમ આ ટેસ્ટ ડ્રો કરવામાં કામિયાબ પૂરવાર થશે. પરંતુ કે.એલ.રાહુલના આઉટ થયા બાદ અને રિષભ પંતની વિકેટ પડ્યા પછી ભારતીય ટીમના વળતા પાણી થયા હતા. જોકે આ ટેસ્ટ કોઇ માટે યાદગાર રહી હોય તો તે ખેલાડી હતો જેમ્સ એન્ડરસન. જેણે મહોમ્મદ સામીને બૉલ્ડ કરતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 564 વિકેટ મેળવવાનો માઇલસ્ટોન પાર કરી ગ્લેન મેકગ્રાનો રેકોર્ડ તોડ્યો હતો. (ANN NEWS)