X Close
X
+91-9846067672

ઉત્તર પ્રદેશની 64 જેલોમાં કેદીઓ માટે 900 LED ટીવી લગાડવામાં આવશે


TV
ઉત્તર પ્રદેશની જેલોમાં બંધ કેદીઓને ટુંક સમયમાં મનોરંજન મળી શકશે. જેલ પ્રશાસન દ્વારા રાજ્યની મોટાભાગની  જેલોમાં ૯૦૦ ટીવી લગાડવામાં આવશે.' કેદીઓને શિક્ષણ અને મનોરંજન મળે એવા આશય સાથે અમે જેલોમાં LED ટીવી  લગાડીશુ.રાજ્યની  ૭૨ પૈકી ૭૪ જેલોમાં કેદીઓ ટીવી જોઇ શકશે. આ માટે રૂપિયા ૩.૩૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી'એમ જેલના આઇજી પી.કે. મિશ્રાએ કહ્યું હતું. આ સબંધમાં ટેન્ડરો આમંત્રિત કરાયા હતા અને ૩૦ નવેમ્બર સુધીમાં ટીવી સેટ ફિટ કરી દેવાશે. અમારી યોજના મુજબ, લખનઉ અને ગૌત્તમ બુધ્ધનગરમાં મહત્તમ ૩૦ LED ટીવી ફિટ કરાશે જ્યારે  બરેલી સેન્ટ્રલ જેલ અને જિલ્લા જેલમાં ૨૦-૨૦ LED ટીવી ફિટ કરાશે. મુરાદાબાદ, આઝમગઢ,ઇટાવા, વારાણસી, ગાઝીઆબાદ,મેરઠ અને ખેરી જેલમાં દરેકમાં એક એક LED ટીવી સેટ ફિટ કરાશે. (ANN NEWS)