X Close
X
+91-9846067672

અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સનું કાર્ટૂન બન્યું ટિકાપાત્ર


s458
અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અને અમ્પાયસ વચ્ચે તાજેતરની યુએએસ ઓપન ફાઈનલમાં થયેલી શાબ્દિક ટપાટપી ચર્ચામાં રહી છે. આ વિષય પર ઓસ્ટ્રેલિયન અખબારના એક કાર્ટૂનિસ્ટે કાર્ટૂન બનાવતા તેના પર ચારેકોરથી ફિટકાર વરસી રહી છે. માર્ક નાઈટ નામના કાર્ટૂનિસ્ટનું આ કાર્ટૂન મેલબોર્નના હેરલ્ડ સન અખબારમાં સોમવારે છાપવામાં આવ્યું હતું. નાઈટે કાર્ટૂનમાં જાડા હોઠ સાથે બૂમો પાડતી હોય તેમજ ધૂઆંપૂઆં થયેલી સેરેના વિલિયન્સને દર્શાવી છે. સાથે જે તે ગુસ્સામાં ઉછળતી હોવાનું જોવા મળે છે તેમજ તૂટેલું રેકેટ અને એક નાના બાળકોને અપાતી નિપ્પલ પણ બાજુમાં દર્શાવવામાં આવી છે.  હેરી પોટરની લેખિકા જે કે રોલિંગે આ કાર્ટૂનની ટિકા કરતા તેને જાતિવાદી તેમજ વંશિય ટોણો ગણાવ્યો હતો. (ANN NEWS)