X Close
X
+91-9846067672

અટલજી લાઇફ સપોર્ટ સિસ્ટમ પરઃ તબિયતમાં સુધાર નહીં


vajpayee
ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક છે. એઇમ્સે લગભગ 11 વાગ્યે પ્રેસ રિલીઝ જાહેર કરી જણાવ્યું કે તેમની તબિયતમાં સુધાર નથી થયો. આ દરમિયાન, ભાજપ અને ઉત્તરાખંડના સરકારે તમામ કાર્યક્રમ રદ કરી દીધા છે. ગુરુવારે સવારથી જ રાજકીય નેતાઓ દ્વારા એઇમ્સની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સવારે 6:30 વાગ્યે પહોંચ્યા. તેઓ થોડીવાર ત્યાં રોકાયા. 9 વાગ્યે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને 10 વાગ્યની આસપાસ લાલકૃષ્ણ અડવાણીપહોંચ્યા. રાજનાથ સિંહ અને સુષ્મા સ્વરાજ ઉપરાંત મોટાભાગના કેન્દ્રીય મંત્રી હાલમાં એઇમ્સમાં છે. (ANN NEWS GUJARATI)